Bunyan al Marsous પાકિસ્તાનનું ‘બુન્યાન અલ મારસૂસ’ ઓપરેશન નિષ્ફળ: ભારતે દરેક હુમલાને આપ્યો તગડો જવાબ
Bunyan al Marsous ભારતના ઓપરેશન સિંદૂરના જવાબમાં હવે પાકિસ્તાન તરફથી એક નવું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે – ‘બુન્યાન અલ મારસૂસ’. આ નામ અરબી ભાષામાં છે, જેનો અર્થ થાય છે “મજબૂત કાચની દીવાલ”. પાકિસ્તાને આ ઓપરેશન અંતર્ગત ભારત સામે મિસાઇલ અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા છે, પરંતુ ભારતે દરેક હુમલાનો સશક્ત જવાબ આપ્યો છે.
પાકિસ્તાની સેના શુક્રવાર રાતથી સતત ભારતના સરહદી અને લશ્કરી વિસ્તારોમાં ઉશ્કેરણીજનક પગલાં લઈ રહી છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા 4 રાજ્યોના 26 શહેરો પર ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા, જેમાં શ્રીનગર એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.
ભારતીય સેનાની દૃઢ પ્રતિસાદી કાર્યવાહી
ભારતની તરફથી પણ મજબૂત જવાબ આપતા શનિવારની સવારે ડ્રોન અને મિસાઇલથી પાકિસ્તાનના ચાર મોટા એરબેઝ નષ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યુ હતું કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના રણનીતિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા અને તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને પાકિસ્તાની ફતેહ-1 મિસાઇલને હવામાં જ તોડી પાડવી એ ભારતીય વાયુ સંરક્ષણની ક્ષમતા દર્શાવે છે.
પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ
આ તણાવ વચ્ચે, પાકિસ્તાને 12 વાગ્યા સુધી પોતાનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી દીધું હતું. પેશાવરથી ક્વેટા તરફ જતી PIA ફ્લાઇટને બીજા માર્ગે વાળવામાં આવી હતી. આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આંતરિક રીતે દબાણમાં છે અને તેના રક્ષણ વ્યવસ્થાઓ પણ સંકટમાં છે.
ભારતની ઍડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ
ભારત પોતાની S-400, L-70, ZU-23 અને શકીલકા જેવી આધુનિક વાયુ સંરક્ષણ પ્રણાલીઓ વડે પાકિસ્તાનના દરેક મિસાઇલ અને ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યો છે. તાજેતરમાં થયેલા ઘટનાક્રમોએ ફરી સાબિત કર્યું છે કે ભારત માત્ર હુમલાનું શિકાર નહીં બને, પણ તેને દોડાવશે પણ.