નવી દિલ્હી: વૈશ્વિક આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. પાકિસ્તાની લઘુમતીઓએ એક પોસ્ટરના માધ્યમથી યુએનને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જિનીવામાં યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના 43 મા અધિવેશનમાં બ્રોકન ચેર મેમોરિયલ નજીક પાકિસ્તાનની નિંદા કરવામાં આવી હતી. પોસ્ટરમાં લખ્યું છે કે, પાકિસ્તાની સેના આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર છે.
આ પોસ્ટરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોની ગેરકાયદેસર સહાય પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવે છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બગડવાની પાછળનું એક કારણ એ પણ છે કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં નાણાંનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.