ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં બેંકોની સતત વધી રહેલી ખરાબ લોન અને વધતી નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ત્યાં ખૂબ ચર્ચા અને વિવાદનો વિષય બની છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી) એ પાકિસ્તાનના સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, ત્યાંની બેંકોના એનપીએ વર્ષ 2018-19ના વર્ષ દરમિયાન કુલ લોનના 23 ટકા પર પહોંચી ગયો છે.
સુસ્તીવાળી અર્થવ્યવસ્થા, કથળી રહેલ આર્થિક સ્થિતિ અને કોર્પોરેટરો સાથે મર્યાદિત રોકડ પ્રવાહને કારણે બેંકોના એનપીએ વધી રહ્યા છે. પહેલેથી મુશ્કેલીમાં મુકેલી ઇમરાન સરકારની મુશ્કેલીઓ અર્થવ્યવસ્થાની વિનાશક સ્થિતિથી વધુ વણસી ગઈ છે.
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી) એ કહ્યું છે કે, આ વર્ષે જૂન સુધીમાં બેંકોની એનપીએ વધીને 23.2 ટકા એટલે કે 76,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેના છેલ્લા નાણાકીય વર્ષમાં, બેંકોનું એનપીએ 62,360 કરોડ રૂપિયા હતું. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર ઉર્જા અને ખાંડ ક્ષેત્રે લોન અટવાઈ જવાને કારણે બેંકોના એનપીએ નોંધપાત્ર રીતે વધ્યા છે. એનપીએમાં વધારો થવા પાછળ આશરે 50 ટકા જેટલો ફાળો આ બે સેક્ટરનો છે.