ઇસ્લામાબાદ: પાકિસ્તાને ફરી એકવાર તેની હરકતોને કારણે પોતાનું જ આંતરરાષ્ટ્રીય અપમાન કરાવ્યું છે. પાકિસ્તાનના માનવાધિકાર પ્રધાન શિરીન મઝારી (Shireen Mazari)એ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની તુલના નાઝીઓ સાથે કરી હતી. આ પછી, શિરિનનો ઉગ્ર વિરોધ આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થયો. ફ્રાન્સની સરકારે શિરીન મઝારીના ટ્વીટ અને પાકિસ્તાનના વલણની નિંદા કરી હતી. આ પછી શિરીન મઝારીએ પોતાનું ટ્વીટ ડિલીટ કરવું પડ્યું હતું.
શિરીન મઝારીએ ટ્વીટમાં શું લખ્યું હતું
એક સ્ટોરીની લિંક શેર કરતા પાકિસ્તાનના પ્રધાન શિરીન મઝારીએ ટ્વિટમાં લખ્યું છે કે, “બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝીઓએ યહૂદીઓ સાથે જેવું વર્તન કર્યું હતું તે જ રીતે મેંક્રોન મુસ્લિમોની સાથે વર્તે છે.”
પરંતુ પાકિસ્તાને ફ્રાંસની સરકારના કડક વલણને નમવું પડ્યું. મઝારીએ પોતાની નવી ટવીટમાં કહ્યું, ‘જે લેખના આધારે મેં આક્ષેપો કર્યા છે, તેમાં સુધારો કરવામાં આવ્યો છે. મેં મારું ટ્વીટ ડીલીટ કરી નાખ્યું છે.
ફ્રાન્સે શું કહ્યું
ફ્રાન્સે આ ટ્વીટનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘આ શબ્દો નફરત, દ્વેષપૂર્ણ-મોંગર્સ અને તીવ્ર જૂઠ્ઠાણાથી ભરેલા છે. આ શબ્દો હિંસાની વિચારધારા સાથે સંકળાયેલા છે. અમે તેનો વિરોધ કરીએ છીએ. કોઈ પણ સંજોગોમાં આવી ચીજો સ્વીકારવામાં આવતી નથી. અહેવાલો અનુસાર, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સરકારને પુરાવા રજૂ કરવા અથવા તેમના મંત્રી દ્વારા કરેલા દાવા બદલ માફી માંગવા જણાવ્યું હતું.