નવી દિલ્હી : પાકિસ્તાનના બીજા જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર અને તેનો પરિવાર ગુમ નથી. ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની કાર્યવાહી ટાળવાનો ડોળ કરી રહ્યો છે. મસૂદ અઝહરને પાકિસ્તાની સેના અને આઈએસઆઈ દ્વારા આર્મીના સેફ હાઉસ બહાવલપુરમાં રાખવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બહાવલપુરના મરકજ -એ-ઉસ્માન અલીમાં મસુદ અઝહરને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ મસૂદ અઝહર તેના બહાવલપુર અને ખૈબર પખ્તુનખ્વાના ઘરોની પણ મુલાકાત લેતો હતો. થોડા દિવસો પહેલા ઇમાદ સરકારના પ્રધાન હમાદ અઝહરે ખુલાસો કર્યો હતો કે જૈશ-એ-મોહમ્મદનો માસ્ટર મસુદ અઝહર ગુમ થયો છે.
FATFની કાર્યવાહી ટાળવા માટે નાટક
ખરેખર, એફએટીએફની બેઠક ફ્રેન્ચ રાજધાની પેરિસમાં ચાલી રહી છે. તે નક્કી થવાનું છે કે પાકિસ્તાન તેની ગ્રે સૂચિમાં રહેશે, તેમાંથી બહાર આવશે કે પછી તે કાળી યાદીમાં જશે. આ માટે ઈમરાન ખાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાને બદલે તેમને સુરક્ષા આપી રહ્યો છે. હાફિઝ સઈદને બતાવવા માટે ધરપકડ કરી અને મસૂદ અઝહર ગુમ હોવાનું જણાવ્યું. હવે એવું બહાર આવ્યું છે કે, મસુદ અઝહર ગુમ થયો નથી, પરંતુ તેને સેફહાઉસમાં રાખવામાં આવ્યો છે.