નવી દિલ્હી : કોરોના વાયરસ સંકટ સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 11 જૂન,ગુરુવારે એક ટ્વિટ કર્યું હતું. એક રિપોર્ટનો દાવો કરતી વખતે ઇમરાન ખાને લખ્યું છે કે, જો ભારતના 34 ટકા પરિવારોને આવતા એક અઠવાડિયામાં આર્થિક સહાય નહીં મળે તો સંકટ સર્જાય શકે છે. અમે આવા મુશ્કેલ સમયમાં ભારતની મદદ કરવા માંગીએ છીએ.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક ટ્વિટમાં લખ્યું છે કે રિપોર્ટ મુજબ, ભારતમાં 34 ટકા પરિવારો એવા છે કે જો તેઓને એક અઠવાડિયામાં આર્થિક મદદ નહીં મળે તો તેઓ ટકી શકશે નહીં. હું આ બાબતમાં ભારતને મદદ કરવા તૈયાર છું કે કેવી રીતે આ લોકોને સીધી રોકડ ટ્રાન્સફર કરી શકાય.
ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, અમારી ટેકનોલોજીના દુનિયાભરમાં વખાણ થઈ છે. અમારી સરકારે નવ અઠવાડિયામાં એક કરોડ પરિવારોને 120 અબજ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાને લખ્યું છે કે, કોરોના સંકટ વચ્ચે તેમની સરકારે ગરીબોની મદદ કરી છે.
Our govt successfully transferred Rs. 120 billion in 9 weeks to over 10 million families in a transparent manner to deal with the COVID19 fallout on the poor.
— Imran Khan (@ImranKhanPTI) June 11, 2020
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો આ પ્રસ્તાવ ભારતમાં સોશિયલ મીડિયા પર લોકોને ખાસ પસંદ ન આવ્યો. તેમની ટ્વિટના જવાબમાં લોકોએ પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ અને કોરોના સંકટ સાથે કેવી રીતે સામનો કરવો તે અંગે સવાલ ઉઠાવ્યા હતા.
બીજી તરફ, ઘણા લોકોએ તેને પાકિસ્તાનનો ડબલ ચહેરો ગણાવ્યો હતો, જ્યાં એક તરફ પાકિસ્તાન સતત સરહદ પર ફાયરિંગ કરી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓને તેના સમર્થનથી મદદ કરે છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય છબીને સુધારવા માટે આવી ટ્વીટ્સ કરે છે.