પાકિસ્તાનમાં પોલિયોની રસી આપનાર બે મહિલાઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં 28 વર્ષિય શકીલા બીવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, ગોળીથી ગંભીર રીતે ઘાયલ થયેલ 30 વર્ષીય ઘુનચા ગુલને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ન્યૂઝ એજન્સી એફેના જણાવ્યા અનુસાર, મહિલાઓ રસી કીટ એકત્રિત કરવા માટે હોસ્પિટલમાં જઈ રહી હતી, ત્યારે બાઇક ચાલકોએ તેમના પર હુમલો કર્યો.
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર પોલીસ કહે છે કે તેઓ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબ જિલ્લાના પરમોલી શહેરમાં બાળકોને પોલિયો રસી આપતા હતા. તે જ સમયે, સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ વિસ્તાર વધુ સંવેદનશીલ નહીં હોવાને કારણે સુરક્ષા કર્મચારીઓને સાથે મોકલવામાં આવ્યા ન હતા.