પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાઝ નથી અાવતું.પડોશી દેશે ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના મેંઢરના બાલાકોટ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું અને ભારતીય સેનાને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સેનાએ ભારતના નાગરિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને અંધાધુંધ ફાયરિંગ કર્યુ જેના પરિણામે ભારતીય દળોએ પાકિસ્તાનને પ્રતિક્રિયા આપી અને ગોળીઓ ચલાવી.પાકિસ્તાન તરફથી હજુ ત્રણ દિવસ પહેલા જ સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં અાવ્યુ હતુ. તેણે બારમુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું અને ભારતીય સેનાને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.