દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પાકિસ્તાનના ગોપનીય દસ્તાવેજ લીક કેસ (સાઈફર કેસ)માં કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે આ કેસની સુનાવણી 11 જાન્યુઆરી સુધી રોકી દીધી છે. બંને સરકારી રહસ્યો લીક કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં જેલમાં છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ મિયાંગુલ હસન ઔરંગઝેબે રાવલપિંડીની અદિયાલા જેલમાં ઈન્-કૅમેરા સુનાવણી પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે 71 વર્ષીય ઈમરાન ખાનની અરજી પર સુનાવણી કર્યા બાદ આ આદેશ આપ્યો છે.
