Pakistan Train Hijack: હકીકત શું છે? કોની જીત થશે – બલૂચ બળવાખોરો કે પાકિસ્તાની સેના?
Pakistan Train Hijack: બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજેકને લઈ હવે સત્ય શું છે એ અંગે શંકા વધી રહી છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેમણે બધા બંધકોને મુક્ત કર્યા છે અને બળવાખોરોને નષ્ટ કરી દીધા છે. બીજી તરફ, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) પાકિસ્તાની સેનાના દાવાને ખોટા ઠરાવી રહી છે.
હકીકત શું છે? કોણે વિજય મેળવ્યો?
બોલાન પાસ નજીક હજુ પણ ભીષણ અથડામણો ચાલી રહી છે. સ્થાનિક સૂત્રોના મતે, વિસ્ફોટના અવાજો અને લશ્કરી હેલિકોપ્ટર-ડ્રોનની ગતિવિધિઓ હજુ પણ જોવા મળી રહી છે.. BLAના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે પાકિસ્તાની સેના ખોટી માહિતી ફેલાવી રહી છે. તેઓ દાવો કરે છે કે, આજે પણ ઘણા પાકિસ્તાની સૈનિકો BLAની કસ્ટડીમાં છે.
BLAના દાવા શું છે?
BLA મુજબ, પાકિસ્તાની સેના હકીકત છુપાવવા માટે ભ્રામક માહિતી આપી રહી છે.
જો પાકિસ્તાનની સફળતા ખરેખર મળી છે, તો જાફર એક્સપ્રેસના નવીનતમ ફોટા કેમ નથી જાહેર થયા?
પાકિસ્તાની સેનાએ પોતાના સૈનિકોને છોડાવ્યા હોવાનો પુરાવો શા માટે નથી આપતા?
વિદેશી પત્રકારોને બોલાન પાસમાં પ્રવેશ કરવા કેમ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે?
લશ્કર અને BLA વચ્ચે તંગદિલી યથાવત
સ્થાનિક લોકોના મતે, પર્વતીય વિસ્તારમાં લશ્કર અને બળવાખોરો વચ્ચે અથડામણો ચાલુ છે.
પત્રકારોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ ઝાઝી માહિતી જાહેર કરવી નથી. જાફર એક્સપ્રેસના અપહરણની હકીકત શું છે તે હજુ સ્પષ્ટ નથી, પણ બલૂચ બળવાખોરો અને સેનાની લડાઈ હજુ ચાલુ છે.