આ દુનિયાની દરેક છોકરીઓ એવું ઈચ્છતી હોય છે કે, તેના લગ્નને દિવસે તે સૌથી સુંદર દેખાય. પાકિસ્તાનમાં કરાચીની એક દુલ્હનના મનમાં પણ એવું જ કંઈક ચાલી રહ્યું હતું,પણ તેણે નિકાહમાં ટમેટાંને ઘરેણાંની જેમ પહેર્યાં હતાં. પાકિસ્તાનમાં હાલ ટમેટાંનો ભાવ કિલોનો 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ દુલ્હને દેશમાં હાલ ટમેટાંની કિંમત જોઈને તેને જ ઘરેણાંની જેમ પહેરી લીધા હતાં.
દુલ્હને કાનમાં, હાથમાં અને ગળામાં ટમેટાંએન ઘરેણાંની જેમ પહેર્યાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. એક પાકિસ્તાની પત્રકારે દુલ્હન સાથે આ બાબતે વાત કરી હતી. ટમેટાંના ઘરેણાંથી સજ્જ પાકિસ્તાની દુલ્હને કહ્યું કે, હાલ દેશમાં ટમેટાંનાં ભાવ કિલો લેખે 300 રૂપિયાથી ઉપર થઈ ગયા છે, તેવામાં ટમેટાં એ કોઈ ઘરેણાંથી ઓછા મૂલ્યવાન નથી. આથી મેં ટમેટાંને ઘરેણાંની જેમ પહેરવાનું નક્કી કર્યું. એટલું જ નહીં પણ માતા પરિવારે પણ લગ્નની ગિફ્ટ તરીકે મને 3 પેટી ભરીને ટમેટાં આપ્યા છે.
ટમેટાંની સુરક્ષા કરવા ખેતરોમાં ગાર્ડ ઊભા રાખવા પડ્યા
ગયા અઠવાડિયે કરાચી શહેરમાં ટમેટાંનાં ભાવ વધી જતા તેની ચોરીના કેસ વધી ગયા હતા, આ જોઈને ખેડૂતોને તેમનાં ખેતરમાં ટમેટાંના રક્ષણ માટે ગાર્ડ ઊભા રાખવાની ફરજ પડી હતી.