ઇસ્લામાબાદ : પાકિસ્તાનના મહાન સ્ક્વોશ ખેલાડી આઝમ ખાનનું મૃત્યુ 95 વર્ષની વયે કોરોનાવાયરસને કારણે થયું હતું. જિયો ટીવીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 1959 થી 1962 દરમિયાન સતત ચાર વખત બ્રિટિશ ઓપનનો ખિતાબ જીતનાર આઝમ ગયા અઠવાડિયે કોરોનાવાયરસથી પીડિત જોવા મળ્યો હતો. તેમણે શનિવારે અહીંની ઈલિંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
60 ના દાયકામાં બ્રિટનમાં સ્થળાંતરિત આઝમ ખાન દશકો સુધી સ્કવેશમાં રાજ કરનાર ખાનવંશનો એક ભાગ હતા, જેણે દાયકાઓ સુધી સ્ક્વોશ પર શાસન કર્યું. તે આ રમતના સર્વાધિક મહાન ખેલાડીઓમાં ગણાય છે. તેમણે 1962 માં મુશ્કેલ યુએસ ઓપનનો ખિતાબ પણ પોતાને નામે કર્યો હતો.
જો કે, તેમણે ઈજા અને 1962 માં તેમના પુત્રના મૃત્યુ પછી રમવાનું છોડી દીધું હતું. બે વર્ષ પછી, તે ઈજાથી સ્વસ્થ થયા પણ પુત્રની મૃત્યુના આઘાતથી તે સજા થઇ શક્યા નહીં.
તેના મોટા ભાઈ હાશિમ ખાન બ્રિટીશ ઓપન જીતનાર પાકિસ્તાનનો પહેલા ખેલાડી હતા. 1951 માં તેણે આ ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 1,600 કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે.