દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદુષણનું પ્રમાણ સખત વધતું જાય છે. વાતાવરણમાં ગ્લોબલ વોર્મિગની અસરની સાથે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. દિલ્હીમાં વધી રહેલા ઔદ્યોગીકીકરણને કારણે હવે લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બનતું જાય છે. થોડા સમયમાં દિલ્હીની હાલત પણ બેંગકોકો જેવી થાય તો તેમાં પણ કંઈ ખોટું નથી.
એક ન્યુઝ પેપરના અહેવાલ પ્રમાણે બેંગકોકમાં પ્રદુષિત હવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવામાં આવ્યું છે કે આ હવા ફેફસામાં જવાથી લોકોના છીંક અને ઉધરસમાં પણ લોહીનું પ્રમાણ વર્તાઈ રહ્યું છે. દિલ્હીમાં પણ આવી હવાનું પ્રમાણ વધતું જાય છે. ફક્ત દિલ્હી અને બેંગકોક નહીં પણ સમગ્ર દુનિયા માટે આ ભયાનક સંકેતો