વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટને સંબોધિત કરી રહયા છે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. “ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે,” તેમણે કહ્યું. મને ખુશી છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. પીએમે કહ્યું, “અમે દરેક ક્ષેત્રમાં નવીનતાને સમર્થન આપી રહ્યા છીએ. આજે ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાં 100થી વધુ યુનિકોર્ન છે. આ ક્ષેત્રમાં અમારો અનુભવ SCO દેશો માટે ઉપયોગી થઈ શકે છે.
આ હેતુ માટે જ અમે SCO સભ્ય દેશો સાથે અનુભવો શેર કરવા તૈયાર છીએ.
ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકનો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થયો છે. આ બેઠકમાં SCOમાં સુધારા અને વિસ્તરણ, પ્રાદેશિક સુરક્ષા, સહયોગ, કનેક્ટિવિટીને મજબૂત બનાવવું અને વેપારને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત SCO સભ્યો વચ્ચે વધુ સહયોગ અને વિશ્વાસનું સમર્થન કરે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે સમરકંદમાં સંગઠનની વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે હાજરી આપી હતી.