વર્લ્ડ ઇકોનોમીક ફોરમની 48મી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસના પ્રવાસે છે. કોઇ પણ ભારતીય માટે અા અતી ગૌરવની વાત કહેવાય.નોંધનીય છે કે WEFનું 48માં સંમેલનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આ સંબોધન હિન્દીમાં શરૂ કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં તેમણે અહીં બોલાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે બોલીવૂડના શહેનશાહ શાહરૂખ ખાન અને ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી પણ શ્રોતાગણમાં બેસીને આ ભાષણ સાંભળી રહ્યા છે. ભારત તરફથી મોટો કાફલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્લ્ડ ઇકોનોમીક ફોરમની 48મી બેઠકમાં સાથે જ છે.
નોંધનીય છે કે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની ટોપ બિઝનેસમેન કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભારતનો મતલબ જ વેપાર છે. ભારતે પોતાની પ્રગતીથી સમગ્ર વિશ્વને અેક ઉત્તમ ઉદાહરણ અાપ્યું છે.
નોંધનીય છે કે વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું આ સંબોધન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ પ્રસંગે ભારત સરકારનો પ્રયાસ રહેશે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ વધુમાં વધુ વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરે.