PM Modi UAE Visit:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા છે. UAE પહોંચતા PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પણ PM મોદીને ગળે લગાવ્યા. તમને જણાવી દઈએ કે 2014 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી 14 ફેબ્રુઆરી સુધી સંયુક્ત આરબ અમીરાતની તેમની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન તેમણે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને ગળે લગાવ્યા. પીએમ મોદીના આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
આ બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન, પીએમ મોદી દુબઈ સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. આ સિવાય પીએમ મોદી અબુ ધાબીમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.