વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 2 કરોડ 23 લાખ 5 હજાર 880 કેસ નોંધાયા છે. તેમાથી 1 કરોડ 50 લાખ 45 હજાર 879 દર્દી સાજા થયા છે. જ્યારે 7 લાખ 84 હજાર 338 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.
ચીનના વુહાન સહિત ઘણા શહેરોમાં પુલ પાર્ટીની છૂટ અપાઈ છે. અમુક સરળ શરતોને પૂરી કરીને અસંખ્ય લોકો તેમા સામેલ થઈ રહ્યા છે.
ચીનમાં જૂનમાં એમ્યુઝમેન્ટ પાર્ક ખોલવાની પરવાનગી અપાઈ હતી. ત્યાર પછી વુહાન, શાંઘાઈ સહિતના શહેરોમાં વોટર પાર્કમાં પૂલ પાર્ટી થઈ રહી છે. તેમા સામેલ થવા માટે લોકોએ નેશનલ આઈડી નંબર આપીને ટિકિટ લેવાની હોય છે. હેલ્થ ટ્રેકિંગ માટેની સરકારી એપમાં કોડ ડાઉનલોડ કરીને બતાવવા પછી એન્ટ્રી મળે છે.