શ્રીલંકાની સંસદના સ્પીકરે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના દેશ છોડવાના સમાચારને ફગાવી દીધા છે. શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેવર્દનાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા હજુ પણ દેશમાં છે. તેણે કહ્યું કે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં મેં ભૂલથી કહ્યું કે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ દેશમાં છે અને બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપશે.
