દેશના સૌથી મોટા બેંકિગ ગોટાળાના આરોપી Nirav Modi વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટીસ પ્રસિદ્ધ કરી દીધી છે . આ પૂર્વે સીબીઆઈએ પણ Nirav Modi વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ પ્રસિદ્ધ કરવા માટે ઇન્ટરપોલને અપીલ કરી હતી. આ પૂર્વે ભારત સરકારે યુરોપીય દેશોને Nirav Modi ને પકડવા માટે ભારતની મદદ કરવા માટે અપીલ કરી હતી. તેમજ નિરવ મોદી પાસે માત્ર એક જ ભારતીય પાસપોર્ટ છે. મંત્રાલયે કહ્યું છે કે તેમણે દુનિયાભરમાં તેમના પ્રતિનિધિઓને સંદેશ મોકલીને સ્થાનિક સરકારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે તેથી મોદી અલગ અલગ દેશોમાં પ્રવેશ ના કરી શકે. નીરવ મોદી વિરુદ્ધ બે અરબ રૂપિયાની પીએનબી ગોટાળાની તપાસ ચાલી રહી છે. રેડ કોર્નર નોટીસના માધ્યમથી ઇન્ટરપોલે તેના ૧૮૨ સભ્યો દેશોને જણાવ્યું છે કે જો ભાગેડુ નીરવ મોદી તમારા દેશમાં દેખાય તો તેની ધરપકડ કરીને ભારતને સોંપી દેવો. દેશમાં સૌથી મોટો બેંક ગોટાળો સામે આવ્યા બાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં નીરવ મોદી પત્ની, ભાઈ અને મામા સાથે દેશ છોડી દીધો હતો. આ તમામના નામ સીબીઆઈની ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. નીરવ અને તેના મામા મેહુલ ચોકસી તબિયતનું બહાનું આગળ ધરીને ભારત આવવાથી ઇનકાર કરી દીધો છે. આ પૂર્વે ૧૫ ફેબ્રુઆરીના રોજ ઇન્ટરપોલ દ્વારા ઈશ્યુ ડીફ્યુઝન નોટીસથી નીરવ મોદીની તપાસ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ તેમા કોઈ સફળતા મળી ન હતી. સીબીઆઈના અનુરોધ પર માત્ર બ્રિટેન જ જવાબ આપ્યો હતો. સીબીઆઈએ જણાવ્યું કે ૨૪ ફેબ્રુઆરીના રોજ ઇન્ટરપોલના સેન્ટ્રલ ડેટાબેઝથી આ જાણકારી રીલીઝ કરવામાં આવી હતી કે ભારત સરકારે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરી દીધો છે તેમ છતાં તે અનેક દેશોમાં પ્રવાસ કરતો રહ્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.