અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખોટો પ્રચાર કરવા અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNGA)માં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ગુરુવારે લઘુમતીઓના મુદ્દે ફોરમના 12માં સત્રમાં ભારતીય રાજદ્વારી વિમર્શ આર્યને કહ્યું કે, પાકિસ્તાનમાં ર્ઈશનિંદાના નામે ધાર્મિક-ભાષાની લઘુમતીવાળા લોકોને હેરાન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે 134 વર્ષ જૂના અયોધ્યા મામલામાં નિર્ણય આપ્યો હતો. જેમાં 2.77 એકર વિવાદીત જમીન પર રામ મંદિર બનાવવા અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાઈટ યૂ રિપ્લાઈનો ઉપયોગ કરતા આર્યને કહ્યું કે,‘ભારત એક મજબૂત લોકતાંત્રિક દેશ છે, જ્યાં સ્વતંત્ર અને પ્રભાવી બંધારણીય પ્રક્રિયા છે. અહીં ધાર્મિક અને ભાષાના લઘુમતીઓ માટે પૂરી સ્વતંત્રતા છે. આપણા ન્યાયિક નિર્ણયો અંગે પાકિસ્તાનની ટિપ્પણી કરવી યોગ્ય નથી. તે UNના ફોરમનો સતત ખોટો ઉપયોગ કરી રહ્યું છે’
‘દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં ર્ઈશનિંદા કાયદાઓના કારણે ધાર્મિક, જાતિય, સંપ્રદાયિક અને ભાષાકીય લઘુમતીઓના મૌલિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. એટલા માટે દુનિયા લઘુમતી કોમના હિતોની રક્ષા માટે કોઈ એવા દેશની શીખ લેવા નથી માંગતી, જ્યાં લોકોએ ક્યારે સાચું લોકતંત્ર જોયું ન હોય’