પ્લાસ્ટિકના વધતા જતા કચરાએ સમુદ્રજીવોનું જીવન જોખમમાં મૂકી દીધું. દુનિયાભરના દરિયામાં રોજ લાખો ટન પ્લાસ્ટિક ઠલવાઈ રહ્યું છે. આ પ્લાસ્ટિકને અનેક દરિયાની જીવસૃષ્ટિ ખોરાક સમજીને ખાઈ લે છે. હાલમાં થાઈલેન્ડમાં રેયોંગ શહેરના દરિયાકિનારે એક કાચબાના પેટમાંથી 12 ઇંચ લાંબી પ્લાસ્ટિક બેગ મળી છે. ગ્રીન સી કાચબો દરિયાકિનારે સરખો ચાલી શકતો નહોતો.
આ કાચબાને સારવાર માટે બેન્ગકોકના મરીન એન્ડ કોસ્ટલ રિસોર્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મોકલ્યો. અહિ પ્રાણીઓના ડોક્ટરે કાચબાના પાછળના ભાગમાંથી ધીમે-ધીમે પ્લાસ્ટિકની બેગ કાઢી. આવડી મોટી પ્લાસ્ટિકને લીધે કાચબાની પાચનક્રિયા પર ખરાબ અસર થઇ હતી. આ કાચબાની સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે, જો પ્લાસ્ટિકની બેગ તેના પેટમાંથી યોગ્ય સમયે ના કાઢત તો તેનો જીવ જાય તેમ હતું.