Loud Noises કાન માટે ખુબ નુકશાન કારક છે. સંશોધકોનું કહેવું છે કે વધારે ઘોંઘાટ વચ્ચે રહેવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધારે ઘોંઘાટના સંપર્કમાં આવવાના કારણે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) અને કેન્સર (Cancer) જેવી બિમારીઓ ઘર કરી શકે છે. કોઈ પણ સ્ત્રોતમાંથી નિકળતો વધારે ઘોંઘાટ સ્વાસ્થ્ય પર વ્યાપક અસર કરે છે. જર્મન સંશોધક ઉંદરને વધારે અવાજના સંપર્કમાં લાવ્યા જેવા કે વિમાનનો અવાજ. તેમણે જોયું કે વધારે અવાજના સંપર્કમાં આવીને કોઈ ઉંદરનુ સ્વાસ્થ્ય પ્રભાવિત થયું. ઉંદરને ચાર દિવસ સુધી વિમાનના અવાજ સંભળાવવામાં આવ્યા અને તેમને હાઈ બ્લડ પ્રેશરની ફરીયાદ થઈ ગઈ.
ઉંદર પર કરવામાં આવ્યા વિવિધ અભ્યાસો
યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ઓફ મેંઝના સંશોધકે ઉંદરના સ્વાસ્થ્ય પર વાતાવરણ માટે ઘોંઘાટના પ્રભાવ પર કરવામાં આવેલા વિવિધ અભ્યાસોને પ્રકાશિત કરવામાં આવ્યા છે. જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ઉચ્ચ સ્તરના અવાજથી હાઈ બ્લડ પ્રેશર અને ડીએનએને હાની પહોંચી શકે છે જે કેન્સરના વિકાસ સાથે જોડાયેલું છે.સંશોધકો હવે સૌથી વધુ જોખમ વાળા લોકો માટે ઉચ્ચ ધ્વનીથી સારી સુરક્ષાની માંગ કરી રહ્યા છે. ફક્ત ચાર દિવસના વિમાનના ઘોંઘાટના કારણે ઉંદર અને જાનવરોમાં બ્લડ પ્રેશર પહેલા જ વધી ગયું હતું અને વધારે અવાજ હવે આગળ તણાવ અને હૃદયના સોજાનું કારણ બની ગયો જેનાથી વધારે નુકશાન પહોંચ્યું.
કેન્સરનું જોખમ વધારે છે
એક રિપોર્ટ અનુસાર હાઈ બ્લડ પ્રેશર હોવાના કારણે હૃદય રોગ, ધમનીની દિવાર પર વધારે સોજો, કિડનીમાં કમજોરી અને સંકુચિત રક્ત કોષિકાઓનું હોવું, આંખોની રક્ત કોશિકાઓ પર અસર, મેટાબોલિઝ્મ સાથે જોડાયેલો વિકાર, યાદ્દશક્તિ સંબંધિત જટિલતાઓ ઉભી થાય છે. પર્યાવરણીય કારણ પણ કેન્સરના વિકાસ માટે જોખમને વધારે છે.
આ શોધ અમેરિકામાં એક મોટી હેલ્થ કોન્ફ્રેરન્સમાં રજુ થઈ હતી જેને કોવિડ-19ના પ્રકોપના કારણે રદ્દ કરી દેવામાં આવ્યા હતા. મુખ્ય સંશોધક માથિયાસ ઓલેજે કહ્યું, ‘મોટા અભ્યાસમાં લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઘોંઘાટના જોખમને જોડ્યા છે. આપણા નવા ડેટા આ સ્વાસ્થ્ય પર પડતા પ્રતિકુળ પ્રભાવો, વિશેષ રૂપથી હાઈ બ્લડ પ્રેશર અને સંભવિત કેન્સર વિકાસમાં વધારે અંતદ્ધષ્ટિ પ્રદાન કરે છે જે વૈશ્વિક મૃત્યુના બે પ્રમુખ કારણ છે.