આ સ્ટડી સ્કોટેસડેલના શોધકર્તાઓએ કરી છે. સ્ટડીના લેખલ અને મેયો ક્લિનિકમાં મેડિસિનની એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જુલિયાના ક્લિંગને સંશોધનમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ મળી છે. ડૉક્ટર ક્લિંગે મહિલાઓની યૌન ઈચ્છાને સારી ઉંઘ સાથે જોડી છે. નવી સ્ટડી અનુસાર, વધતી ઉંમરમાં સારી ઉંઘ લેવી યૌન ઈચ્છા વધારવાનો સૌથી કારગર ઉપાય છે. શોધકર્તાઓને જણાયું કે, જે મહિલાઓ પૂરતી ઉંઘ નથી લેતી, તેમનામાં યૌન સમસ્યાઓ થવાની સંભાવના લગભગ બેગણી હતી. જેમ કે, યૌન ઈચ્છા અથવા ઉત્તેજનામાં ઉણપ. આ સ્ટડી 53 વર્ષની ઉંમરની 3400 કરતા વધુ મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાંથી 75% મહિલાઓની ઉંઘવાની આદત સારી નહોતી, જ્યારે 54 ટકા મહિલાઓમાં કોઈક ને કોઈક પ્રકારની યૌન સંબંધી સમસ્યા જોવા મળી. સ્ટડીમાં મહિલાઓને તેમના યૌન જીવનને લઈને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. સ્ટડીમાં જાણવા મળ્યું કે, જે મહિલાઓ પૂરતી ઉંઘ નહોતી લેતી, તેમનામાં યૌન ઈચ્છાની ઉણપ હતી.
શોધકર્તાઓએ ઉંઘ અને સેક્સને પ્રભાવિત કરવા માટે અન્ય કારણો જેવા કે, મેનોપોઝની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી. સ્ટડીમાં સામેલ જે મહિલાઓ રાત્રે પાંચ કલાક કરતા ઓછી ઉંઘ લેતી હતી, તેમનામાં યૌન સમસ્યાઓ થવાની સંભાવના વધુ હતી. ડૉક્ટર ક્લિંગે કહ્યું, સેક્સુઅલ ડિસ્ફન્કશન એક પ્રકારની યૌન સમસ્યા છે, જેનો સંબંધ ખરાબ ઉંઘ સાથે છે. તેને કારણે યૌન ઈચ્છા, ઉત્તેજનામાં ઉણપ અને પ્રાઈવેટ પાર્ટમાં દુઃખાવા જેવી સમસ્યાઓ થાય છે. ડૉક્ટર ક્લિંગે કહ્યું, પૂરતી ઉંઘ ના લેવાને કારણે શરીર પર નકારાત્મક અસર પડે છે અને આગળ જતા આ થાક યૌન સમસ્યાઓમાં તબ્દીલ થઈ જાય છે. પૂરતી ઉંઘ લેવાથી તમારી સેક્સ લાઈફ પણ સારી રહે છે.ઉંઘ સાથે સંબંધિત કોઈપણ પ્રકારની મુશ્કેલી થવા પર પોતાના ડૉક્ટરનો સંપર્ક કરો. પૂરતી ઉંધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.