રશિયા : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 11 ઓગસ્ટ, મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે તેમના દેશમાં કોરોના વાયરસની પ્રથમ રસી (વેક્સીન) બનાવી લીધી છે. પુતિને કહ્યું કે, આ વિશ્વની પ્રથમ કોરોના વાયરસ રસી છે, જેને રશિયાના આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી છે. એટલું જ નહીં, વ્લાદિમીર પુતિને કહ્યું કે, તેમની પુત્રીએ પણ આ રસી લીધી છે.
મળતી માહિતી મુજબ આ રસી મોસ્કોની ગામેલ્યા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે. મંગળવારે રશિયાના આરોગ્ય મંત્રાલયે આ રસીને સફળ ગણાવી હતી. આ સાથે, વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે ટૂંક સમયમાં રશિયામાં આ રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં રસી ડોઝ બનાવવામાં આવશે.
#BREAKING Russia has developed 'first' coronavirus vaccine: Putin pic.twitter.com/s33LTMO0j0
— AFP News Agency (@AFP) August 11, 2020
વ્લાદિમીર પુતિ ને કહ્યું કે, તેમની પુત્રીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેને આ નવી રસી આપવામાં આવી હતી. તેનું તાપમાન થોડા સમય માટે વધ્યું પણ હવે તે એકદમ ઠીક છે.