એક કહેવત છે કે બે નવા મિત્રો કરતાં એક જૂનો મિત્ર સારો. રશિયાએ ચીન અને પાકિસ્તાનને ભારપૂર્વક ઝટકો આપીને ભારતની પોતાની જૂની મિત્રતા એકવાર ફરીથી પ્રસ્થાપિત કરી છે. માસ્કોએ જણાવ્યું હતું કે, NSG સભ્યપદ માટે ભારતના દાવા સાથે પાકિસ્તાનને જોડી શકાય નહી. માસ્કોએ આ વિશે વિવિધ સ્તરે ચીન સાથે ચર્ચા કરી હતી, ચીન સતત NSGમાં ભારતના સભ્યપદનો વિરોધ કરી રહ્યો છે.
ચીન એ પક્ષે છે કે 48 સભ્યો ધરાવતા NSG ગ્રુપના વિસ્તરણ માટે એક કસોટી નક્કી કરવાની જગ્યાએ તેના બદલે મેરિટના આધાર પર કોઈ દેશને સભ્યપદ મળે છે. NSG ગ્રુપ આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ વેપાર નિયંત્રિત કરે છે. ભારત NSG સભ્યપદના દાવેદારીના સતત કરી રહેલા ચીનના વિરોધને પાકિસ્તાનના પક્ષમાં માને છે.
અાવુ પહેલીવાર થયું જ્યારે રશિયાએ સ્પષ્ટ પણે પોતાનો અભિપ્રાય જણાવ્યો.રશિયાએ જણાવ્યું કે અા મામલો ખૂબજ જટિલ છે, ફક્ત વાતોના વડા કરવાથી અા સમસ્યાનો ઉકેલ નહી અાવે. અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અા મુદે ચીન સાથે વિભિન્ન સ્તરે વાતચીત કરીએ છીએ.
વિદેશમંત્રી સુષ્માસ્વરાજે કહ્યું હતું કે ભારતે ચીનને સમજાવવા રશિયાનો સંપર્ક કર્યો છે.