રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે. બ્રિટિશ અખબાર ટાઈમ્સ તરફથી મળતી માહિતી મુજબ રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યાની ફિરાકમાં છે. અને યુકેનની રાજધાની કીવમાં 400 આતંકીઓ પણ મોકલી દીધા છે.
રશિયામાં વધી રહેલા આક્રમણને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું નિવેદન આપ્યું છે કે યુદ્ધમાં આવનારા 24 કલાક ઘણા મહત્વના રહેશે.
અમેરિકા અને જર્મનીએ પણ યુક્રેનને સ્ટિંગર મિસાઈલ અને અન્ય હથિયાર આપવાનો નિર્ણય લીધો હતો. રશિયા દ્વારા સતત યુક્રેનના કીવ અને ખારકિવમાં હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સાથે જ રશિયાએ હવે પરમાણું હુમલો કરવાની પણ તૈયારીઓ કરી લીધી છે.