Russia Ukraine War: રશિયાનો યુક્રેનના પોલ્ટાવા પર હુમલો, 41 લોકોના મોત, 180 ઘાયલ
Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે દેશના મધ્ય ભાગમાં રશિયન હુમલામાં ઓછામાં ઓછા 41 લોકો માર્યા ગયા અને 180 ઘાયલ થયા.
પુતિન મંગોલિયા પહોંચ્યા, ધરપકડ વોરંટ છતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
યુક્રેન પરના મિસાઈલ હુમલા વચ્ચે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મંગળવારે મંગોલિયા પહોંચ્યા, જ્યાં તેમની ધરપકડ માટે આંતરરાષ્ટ્રીય વોરંટ જારી હોવા છતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યુક્રેન પર મોસ્કોના આક્રમણ દરમિયાન આચરવામાં આવેલા કથિત યુદ્ધ અપરાધોને લઈને પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય વોરંટ જારી કરવામાં આવ્યું હતું. લગભગ 18 મહિના પહેલા હેગ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પુતિનની ICCના સભ્ય દેશની આ પ્રથમ મુલાકાત છે.