Russia Ukraine War: છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને રોકવા માટે ઘણા દેશોએ રશિયા અને યુક્રેનની તરફેણ કરી અને ઉકેલ શોધવાની સલાહ પણ આપી. અત્યાર સુધી આ યુદ્ધમાં બંને તરફથી હજારો લોકોના જીવ ગયા છે આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ બંને દેશોને યુદ્ધ ખતમ કરવાની સલાહ આપી છે.
Russia Ukraine War વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે રશિયા અને યુક્રેન વિવાદને ઉકેલવા
અંગે મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે ટોક્યોમાં કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ યુદ્ધના મેદાનથી નહીં આવે. ટોક્યોમાં પ્રેસ સાથે વાત કરતા જયશંકરે કહ્યું કે બંને દેશો માટે વાતચીત અને કૂટનીતિ તરફ પાછા ફરવું જરૂરી છે. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ બાબતે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે.’
Speaking to the press in Tokyo. https://t.co/aShYL1jcuK
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 29, 2024
આજે ટોક્યોમાં પ્રેસ સાથે વાત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે
અમે શરૂઆતથી માનતા હતા કે બળના ઉપયોગથી દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. છેલ્લાં 2-2.5 વર્ષોમાં, આ સંઘર્ષને કારણે જાનહાનિ, આર્થિક નુકસાન અને વૈશ્વિક પરિણામો આવ્યા છે. તેણે અન્ય સમાજોને પણ અસર કરી છે અને વૈશ્વિક ફુગાવામાં ફાળો આપ્યો છે… અમે માનતા નથી કે યુદ્ધના મેદાનમાંથી ઉકેલ આવશે.