Russia Ukraine War Update: પુતિનની ચેતવણી: “રશિયાનો પ્રતિસાદ સૂર્ય જેટલી ગરમ ઉર્જા સાથે આવશે”
Russia Ukraine War Update: યુક્રેનના ડ્રોન હુમલા પછી તણાવ ચરમસીમાએ, ઓરેશ્નિક હથિયારોથી પ્રતિસાદની ધમકી
યુક્રેનના ડ્રોન હુમલાનો રશિયાનો ઉગ્ર પ્રતિસાદ
યુક્રેન દ્વારા રશિયાના પાંચ એરબેઝ પર થયેલા વિનાશક ડ્રોન હુમલાના તરત બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ઘાતક પ્રતિસાદ સામે આવ્યો છે. પુતિને કડક ભાષામાં ચેતવણી આપતા કહ્યું કે રશિયા હવે એવો પ્રતિહિંસા કરશે જે “સૂર્યના તાપમાન” જેટલી ગરમી ધરાવતો હશે. તેમના જણાવ્યા મુજબ, રશિયા પાસે એવા ઓરેશ્નિક વોરહેડ્સ છે જે 4,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પહોંચી શકે છે – જે લ
Putin: “Oreshnik warheads reach the temperature of the sun!”
Russia is now selecting targets — possibly beyond Ukraine.
At 3 km/s and 4000°C, everything turns to ash
Zelensky, the West’s puppet, will regret it. The Russian response will be merciless.☠️ pic.twitter.com/mEOgDWsp6X
— RussiaNews (@mog_russEN) June 1, 2025
ગભગ સૂર્યની સપાટી જેટલું છે.
ઓરેશ્નિક વોરહેડ્સ શું છે?
આ રશિયાની સૌથી આધુનિક હાઇપરસોનિક ટેકનોલોજી ધરાવતી મિસાઈલો છે, જેમાં અવનગાર્ડ ગ્લાઈડ વ્હીકલ અને કિંજલ મિસાઈલનો સમાવેશ થાય છે. આ મિસાઈલો અવાજની ગતિ કરતા પાંચથી વધુ ગુણે ઝડપી છે અને એન્ટી-મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ ચકમો આપી શકે છે. પુતિનનું કહેવું છે કે આવા હથિયારો પૃથ્વી પર કંઈ પણ બચવા નહીં દે.
યુક્રેન બહારના લક્ષ્યોની ચેતવણી
પુતિને સ્પષ્ટ કરી દીધું છે કે રશિયાનો પ્રતિસાદ ફક્ત યુક્રેન પૂરતો મર્યાદિત નહીં રહે. તેમણે કહ્યું કે હવે લક્ષ્યોની પસંદગી થઈ રહી છે અને તેમાં યુક્રેનની બહારના દેશો પણ સામેલ હોઈ શકે છે. આ સ્પષ્ટ રીતે અમેરિકા અને નાટોને દઈ રહેલી ચેતવણી છે, કારણ કે એ દેશો યુક્રેનને સતત શસ્ત્ર અને ટેક્નિકલ સપોર્ટ આપી રહ્યા છે.
ઝેલેન્સ્કી સામે કઠોર ભાષાનો હુમલો
પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને “પશ્ચિમના કઠપૂતળી” તરીકે સંબોધ્યા અને કહ્યું કે હવે તેમને પસ્તાવો કરવો પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે “રશિયા હવે શાંત નહીં રહે, અમે બહુ સહન કરી લીધું છે.”
વિશ્વયુદ્ધનો ભય અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ નિવેદન બાદ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા, નાટો અને યુરોપિયન દેશો આ ચેતવણીને ગંભીરતાથી લઈ રહ્યા છે. ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પણ ઉભો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોએ બંને પક્ષોને શાંત રહેવા અપીલ કરી છે.
પુતિનની ધમકી માત્ર લશ્કરી પ્રદર્શન નથી, પણ તેને માનસિક દબાણ અને રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહી છે. હવે આખી દુનિયા નજર રાખી રહી છે કે આ તણાવ શું વૈશ્વિક યુદ્ધમાં બદલાશે?