નવી દિલ્હી : કોરોના રસી (વેક્સીન) વિકસાવવાનો દાવો કરનારી રશિયાની સંસ્થા ‘ધ ગામાલે સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજી’ ના વડા, એલેક્ઝાન્ડર ગિન્સબર્ગ કહે છે કે આ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી બહાર આવે તેવી પુરી સંભાવના છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રશિયાની સંસ્થા ‘ધ ગામાલે સાયન્ટિફિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજી’ ના વડા, કે જે ટૂંક સમયમાં જ વિશ્વના પ્રથમ કોરોના રસી વિકસાવવાનો દાવો કરી રહ્યા છે, તેમણે જણાવ્યું કે, બાળકો માટે આ વર્ષના કોરોના વાયરસ (કોવિડ- 19) રસી આવે તેવી અપેક્ષા નથી. હાલમાં, આ રસીનું પરીક્ષણ ફક્ત રશિયાના પુખ્ત વયના વ્યક્તિઓ પર જ કરવામાં આવે છે.