રશિયાના આર્કટિક વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટ બાદ કેટલાક ઊંડા ખાડા થઈ ગયા છે. જેને જોઈને લોકો હેરાન છે અને વૈજ્ઞાનિક પરેશાન. કેમ કે આ કોઈ સામાન્ય ખાડા નથી. એવુ લાગે છે કે આ ખાડા આપને સીધા પાતાળમાં લઈ જશે. કેમ કે આ 165 ફૂટ ઊંડા છે. આનો વ્યાસ પણ કેટલાય ફૂટ વધારે છે. વિસ્ફોટથી બનેલા આ ખાડાને લઈને કેટલાય પ્રકારની કહાનીઓ ચાલી રહી છે. કોઈ કહી રહ્યું છે કે રશિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યુ છે. કોઈ કહી રહ્યું છે કે એલિયન્સના સ્પેસ શિપ અહીંથી નીકળ્યા હશે અથવા તેમણે હુમલો કર્યો હશે.
આર્કટિક વિસ્તારમાં આવા 17 ખાડા
છેલ્લા છ વર્ષમાં સાઈબેરિયા, રશિયાના આર્કટિક વિસ્તારમાં આવા 17 ખાડા જોવા મળ્યા છે જ્યારે આ વિસ્તાર પર્માફ્રૉસ્ટ કહેવાય છે. એટલે કે એવી ધરતી જ્યાંની માટી સતત ઓછામાં ઓછા બે વર્ષ સુધી શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાન પર રહી હોય.
વિસ્ફોટથી આટલા મોટા ખાડા બની ગયા
પર્માફ્રૉસ્ટમાં ખોદકામ કરવું પથ્થર તોડવા જેવું હોય છે. આ માટે ઘણીવાર ભારે હથિયારોની જરૂર હોય છે પરંતુ અહીં એક વિસ્ફોટથી આટલા મોટા ખાડા બની ગયા. માટી અને તેની પર જામેલા બરફ કેટલાય ફૂટ ઉપર સુધી ઉડી ગયા. મૉસ્કો સ્થિત રશિયન ઑયર એન્ડ ગેસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર વૈસિલી બોગોયાવલેન્સ્કીએ કહ્યુ કે આ ઘણો અદ્ભુત નજારો છે. જેમાં કેટલાક વૈજ્ઞાનિક જાણકારીઓ છુપાયેલી છે. જેને હજુ અમે જણાવી શકીશુ નહીં પરંતુ આ વિષય સમગ્ર દુનિયાને જાણ કરવા લાયક છે. અમે આની થ્રી-ડી ઈમેજ બનાવીને આનો અભ્યાસ કરીશુ.