જસ્ટિસ દલવીર ભંડારી બીજી વખત હેગ સ્થિત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માં ચૂંટાયા છે. જજની છેલ્લી સીટ માટે ભંડારી અને બ્રિટનના દાવેદારની વચ્ચે મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાના ઉમેદવારને ચૂંટણીમાંથી હટાવી લીધા.તે આ આર્ગોનાઈઝેશનમાં પહોંચનારા બીજા ભારતીય છે. તેમની સામે મેદાનમાં ગ્રીનવુડના આઈસીજે બહાર થતાં જ યુએસ, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાંસ (P-5)ના કોઈ જજ ઈન્ટરનેશનલ કોર્ટમાં નહીં હોય તેમ પ્રથમ વખત બનશે.
ન્યૂયોર્ક સ્થિત સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં થયેલ ચૂંટણીમાં ભંડારીને મહાસભામાં 193માંથી 183 વોટ મળ્યા જ્યારે સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યોના મત મળ્યા. આની પહેલાં નાટકીય ઘટનાક્રમમાં બ્રિટને ચૂંટણી પહેલાં જ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી, ત્યારબાદ ભંડારીને ફરીથી પસંદ કરવા માટેનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો.
તેઓ 2012માં ICJના જજ બન્યા હતા. તેમનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ પૂરો થતો હતો. આ પહેલા ભારતથી જસ્ટિસ નગેન્દ્ર સિંહ 2 વખત ચૂંટાયા હતા.ભંડારીની આ જીતને ભારતની મોટી ડિપ્લોમેટિક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જજ તરીકે ભંડારીને પસંદ કરવા તે ભારતની બહુ મોટી સફળતા છે.જજ બન્યા બાદ ICJમાં અત્યાર સુધીમાં જેટલા પણ ફેંસલા આવ્યા છે તેમાં જસ્ટિસ ભંડારીનો સ્પેશિયલ ઓપિનિયન રહ્યો છે.તેમણે દરિયાઈ વિવાદ, એન્ટાર્કટિકામાં હત્યા, નરસંહારમાં અપરાધ, મહાદ્વીપ શેલ્ફના પરિસીમન, ન્યૂક્લિયલ ડિસાર્મામેંટ, ટેરર ફાઇનાન્સિંગ, વાયોલેશન ઓફ યુનિવર્સલ રાઇટ્સ જેવા કેસોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.