રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુદ્ધની ઘોષણા કર્યા પછી, યુક્રેન પર રશિયન સૈનિકો ત્રણ બાજુથી મોટા પાયે આક્રમણ કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો છે કે આ સૈન્ય યુદ્ધથી યુક્રેનના લોકોને કોઈ ખતરો નથી. જ્યારે યુક્રેન ના રાષ્ટ્રપતિ કહે છે કે તેમાં નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયાએ દાવો કર્યો છે કે, તેમણે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધો છે. આ યુદ્ધ વચ્ચે યુક્રેનના એક સૈનિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પરના આ નાનકડા વીડિયોમાં એક યુક્રેનિયન સૈનિક તેના માતા-પિતાને કહે છે, “મમ્મી, પપ્પા, હું તમને પ્રેમ કરું છું.” જ્યારે વિડિઓના અંતમાં તે સમજાવે છે કે તેના દેશ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે.
A video of a Ukrainian soldier after the shelling appeared on social networks
Mom, Dad, I love you."#UkraineRussiaCrisis #Ukraine pic.twitter.com/Itz413EhHU
— fazil Mir (@Fazilmir900) February 24, 2022