જળવાયુ પરિવર્તનનો પ્રભાવ સમગ્ર દુનિયા પર જોઈ શકાય છે. એન્ટાર્કટિકા પણ તેનાથી અળગો રહ્યો નથી, જ્યાં માત્ર સફેદ પહાડોએ પોતાનો રંગ બદલવાનુ શરૂ કરી દીધુ છે. એન્ટાર્કટિકામાં હવે લીલા રંગના બરફના પહાડો જોવા મળી રહ્યા છે. આ બરફના પહાડોએ તેજીથી પોતાના રંગમાં બદલાવ કર્યો છે. એન્ટાર્કટિકામાં સફેદ બરફથી લપેટાયેલા પહાડોને જોઈને કોઈપણ વ્યક્તિનુ મન મંત્રમુગ્ધ થઈ જશે, પરંતુ હવે આ પહાડો દ્વારા ખુદને લીલા રંગમાં બદલવાની પ્રક્રિયા હેરાના કરનારી છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો આ અસામાન્ય ગતિવિધિથી ચિંતિત છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, સમગ્ર દુનિયા પર જળવાયુ પરિવર્તનની માર પડી રહી છે જેની અસર એન્ટાર્કટિકા પર પણ જોવા મળી રહી છે. એન્ટાર્કટિકામાં પહાડોના રંગ બદલવાની પાછળનુ કારણ પર્યાવરણાં આવતો ફેરફાર છે. જળવાયુ પરિવર્તનના કારણે બરફનો રંગ સફેદથી લીલો થઈ રહ્યો છે. આ ફેરફારને એ રીતે સમજી શકાય છે કે, અંતરિક્ષમાંથી લેવામાં આવેલ ફોટોમાં પણ તે સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે.
રંગ બદલવાનુ કારણ
વૈજ્ઞાનિકોએ પહાડોનુ સફેદમાથી લીલા રંગમાં બદલવાનુ કારણ શૈવાલને ગણવ્યુ છે. તેમનુ કહેવુ છે કે, એન્ટાર્કટિકામાં લાંબા સમયથી શૈવાલ હાજર છે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ત્યાં શૈવાલની હાજરી વધી ગઈ છે. જે કારણે પહાડો પર જામેલ બરફનો રંગ સફેદથી બદલીને લીલો થવા લાગ્યો છે. બ્રિટિશ સંશોધનકર્તા અર્નેસ્ટ શૈકેલટનને આ વિશે જાણકારી આપી છે.
બે વર્ષનો ડેટાને કરવામાં આવ્યો વિશ્લેષણ
યૂરોપિયન સ્પેસ એજન્સીએ સેંટીનલ-2 થકી છેલ્લા બે વર્ષનો ડેટા જમા કર્યો છે જેમાં એન્ટાર્કટિકાની સપાટીનુ સાચી રીતથી વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્કટિકા સર્વેક્ષણની સાથે મળીને એક માનચિત્ર તૈયાર કર્યુ છે. આ માનચિત્રમાં શૈવાલે તેજીથી વધારો થવાનુ જાણવા મળ્યુ છે. ખાસકરીને એન્ટાર્કટિકા પઠાર તટ પર ચેની માત્રઆ વધારે મળી આવી છે. કાર્બનનુ ઉત્સર્જન ખૂબ જ વધી ગયુ છે.