કાબુલ: પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની પુત્રીના અપહરણ અંગે તાલિબાનો ગુસ્સે છે. તાલિબાનોએ તેની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ કૃત્ય માટે જવાબદાર લોકોને સજા થવી જોઇએ. દોહામાં તાલિબાનની રાજકીય કચેરીના પ્રવક્તા સુહેલ શાહિને ટ્વીટ કર્યું: “અમે પાકિસ્તાનમાં એક અફઘાન છોકરી સાથે અપહરણ અને હિંસાની ઘટનાની નિંદા કરીએ છીએ.”
સુહેલ શાહેને કહ્યું, “અમે પાકિસ્તાન સરકારને વિનંતી કરીએ છીએ કે ગુનેગારોને પકડવા અને સજા કરવાના તેના પ્રયાસો વધુ તીવ્ર કરવામાં આવે જેથી આવા કૃત્યોથી બંને દેશો વચ્ચે નફરત ન સર્જાય.”
1/2
The kidnapping of an Afghan girl in Pakistan is against humanity and an aggression which we condemn. We urge the government of Pakistan to step up its efforts to arrest and punish the perpetrators so that such acts do not give rise to hate between the two nations— Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) July 18, 2021
અફઘાનિસ્તાનના મંત્રાલયના જણાવ્યા અનુસાર 16 જુલાઇએ, રાજદૂતની પુત્રીનું ઇસ્લામાબાદ ઘરે જતી વખતે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કેટલાક કલાકોના ત્રાસ આપ્યા બાદ છોડી મુકવામાં આવી હતી. આ ઘટના બાદ અફઘાનિસ્તાને શનિવારે કાબુલમાં પાકિસ્તાની રાજદૂતને વિરોધ નોંધાવવા બોલાવ્યો હતો અને પાકિસ્તાનને જવાબદાર લોકોને સજા કરવા અને અફઘાન રાજદ્વારીઓની સલામતી સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. આ પછી, રવિવારે અફઘાનિસ્તાને તેના રાજદૂત અને પાકિસ્તાનના વરિષ્ઠ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા.