ઇસ્લામ ધર્મમાં પવિત્ર સ્થળ ગણાતા મક્કાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે અેમ છે કે મક્કા મસ્જિદને ખુબજ પાક માનવામાં અાવે છે તેની સામે જ બુર્ખા પહેરીને કેટલીક મહિલાઅો તાશ રમતી નજર અાવે છે. અા ફોટાએ ખુબજ વિવાદ ઉભો કર્યો છે.
તસ્વીર વાયરલ થતા સોશિયલ મીડિયામાં જાણે કે ભૂકંપ અાવી ગયો છે. કુરાને શરીફમાં પાક મુસ્લિમને તાશના પત્તા રમવા નિષેધ છે અેમાયે અા ફોટામાં તો મહિલાઓ છે અે પણ પાક જગ્યા સામે બેસીને અા કારણે કેટલાક ચુસ્ત ધાર્મિક લોકોની લાગણી દુભાય તે સ્વાભાવિક છે.
સાઉદી અરબિયન વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે શુક્રવારે, 11 વાગ્યે, મક્કાના પવિત્ર મસ્જિદના સુરક્ષા રક્ષકોએ ચાર મહિલાઅોને તાશ રમતી જોઈ હતી.ત્યારબાદ અા મહિલાઓને સમજાવવામાં અાવ્યુ હતુ કે અા જગ્યા કેટલી પવિત્ર છે કમસેકમ તેની ઈજ્જત તો રાખો. ત્યારબાદ અા મહિલાઓએ ત્યાંથી ચાલતી પકડી પણ હવે વિવાદનો મધપુડો છંછેડાઈ ગયો છે.
ઇન્ટરનેટ પર અા તસ્વીરો અાવતા સમગ્ર વિશ્વમાં તેની અાકરી નીંદા કરવામાં અાવી રહી છે.અાપને જણાવી દઈએ કે અા પહેલા પણ 2015માં અા રીતે પવિત્ર સ્થળ પર તાશ રમતા ફોટાઓ વાયરલ થયા હતા.જેના પછી સાઉદી વહીવટીતંત્રે કડક કાર્યવાહીના ભાગ રૂપે આરોપી છોકરાને કસ્ટડીમાં લીધો હતો.