વિશ્વભરમાં કોરોનાવાયરસના લીધે મરનારા લોકોની સંખ્યા 37 હજારથી પણ વધુ થઇ ગઇ છે અત્યારે વિશ્વભરમાં કુલ 784314 લોકો સંક્રમિત છે. ભારતમાં આ આંકડો 1200 પહોંચી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના લીધે અત્યાર સુધી 32 લોકોના મોત થઇ ચૂક્યા છે. કોરોના સંક્રમણને લઇને લગાતાર સંશોધન થઇ રહ્યું છે. અમેરિકામાં કોરોનાવાયરસના કેસ ચીનથી લગભગ બમણા થઇ ગયા છે. જર્મનીની સ્થિતિ પણ કંઇક એવી જ છે પરંતુ અહીં મૃત્યુદર ખૂબ ઓછો છે. તેની પાછળ એક ખાસ કારણ છે જેમાંથી ભારતને શીખ લેવાની જરૂર છે.
મૃત્યુદર માત્ર 0.9 ટકા:
- જર્મનીના કેસમાં મૃત્યુદર માત્ર 0.9 ટકા છે. જે વિશ્વના દરેક દેશોથી ખૂબ ઓછો છે. ઈટલીમાં મૃત્યુદર 11 ટકા છે જ્યારે અમેરિકા જેવા દેશમાં મૃત્યુદર 1.8 ટકા છે. જાણકારો પ્રમાણે જર્મનીમાં વ્યાપક પરિક્ષણના કારણે મૃત્યુદર આટલો ઓછો છે. બીજા દેશોમાં માત્ર લોકોની ટેસ્ટ થાય છે જ્યારે જર્મનીમાં તેના માટે એક વ્યાપક ઉપાય અપનાવવામાં આવ્યો છે.
- જર્મનીમાં 60 વર્ષથી ઉપરના લોકોની વસતિ ઓછી છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની એવરેજ ઉંમર 47 છે. તેનો અર્થ એ કે તેમણે તેમના વૃદ્ધ લોકોને એટલા સંક્રમિત થવા નથી દીધા જેટલા અન્ય દેશોમાં થયા. અહીં મોટી ઉંમરના લોકોને બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેના લીધે જ જર્મનીમાં મૃત્યુદર ઓછો છે.
- 28 જાન્યુઆરીએ જર્મનીમાં જેવી એક વ્યક્તિ કોરોના પોઝિટીવ મળી, તો તેના સંપર્કમાં આવેલા દરેક લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા. દરેક પ્રવાસ રદ્દ કરવામાં આવ્યા હતા. ભારતમાં આ પગલું ઘણું મોડું લેવામાં આવ્યું હતું.
- જર્મનીમાં વિકેન્દ્રીકૃત મેડિકલ સિસ્ટમ છે જેમાં કેન્દ્ર સરકાર જર્મનીના રાજ્યોમાં ટેસ્ટિંગ પ્રક્રિયાઓને નિયંત્રિત કરતી નથી.