યુરોપVE દેશોમાં ફરીથી શાળા-કોલેજો શરૂ કરી દેવામાં આવી છે. અસંખ્ય બાળકોએ શાળા-કોલેજમાં જઈને મહિનાઓ બાદ ક્લાસ ભર્યા હતા. કોરોનાના ઉદ્ભવ સૃથાન ચીનના વુહાનમાં પણ જનજીવન નોર્મલ થયું હતું. વુહાનની શાળા-કોલેજો પણ શરૂ થઈ છે.
કોરોનાના ભય વચ્ચે મહિનાઓથી શાળા-કોલેજો દુનિયાભરમાં બંધ હતી. હવે ભય ઓછો છતાં અસંખ્ય દેશોએ ફરીથી શાળા-કોલેજો ચાલુ કરી દીધી છે. કોરોનાના એપી સેન્ટર એવા વુહાનમાં શાળા-કોલેજો ચાલુ થઈ ગઈ છે. વુહાનના સત્તાવાર આંકડા પ્રમાણે 5થી સાત વર્ષના 2842 વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે શાળામાં હાજરી આપી હતી.
યુરોપિયન દેશોમાં પણ શાળા-કોલેજો શરૂ ગઈ છે. માસ્ક પહેરીને હજારો વિદ્યાર્થીઓએ બ્રિટનમાં શાળા-કોલેજોના ક્લાસ ભર્યા હતા. પાંચ મહિના પછી શાળા-કોલેજોના ક્લાસરૂમની ધૂળ ખંખેરાઈ હતી. યુરોપના અન્ય દેશોમાં પણ સપ્ટેમ્બરની શરૂઆત સાથે જ શાળા-કોલેજા ખૂલી ગઈ હતી.
શાળા-કોલેજો ખોલવા મુદ્દે લોકોમાં મતભેદો હતા. કોઈએ શાળા-કોલેજો ખોલવાની તરફેણ કરી હતી. તો કોઈ પેરેન્ટ્સે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે તેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ વધશે. જોકે, શાળા-કોલેજોના મેનેજમેન્ટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને શાળા-કોલેજો શરૂ કરવાની તૈયારી બતાવી હતી. બાળકોએ પણ માસ્ક સહિતની ગાઈડલાઈનનું ચુસ્તીથી પાલન કરવું પડશે.
ફ્રાન્સ, ઈટાલી, સ્પેન જેવા દેશોના શિક્ષણ વિભાગે શાળા-કોલેજો ખોલવા પર ભાર આપ્યો હતો. બીજી તરફ રશિયા 10 લાખ કેસ સાથે કોરોનાના લિસ્ટમાં સૌથી સંક્રમિત દેશોમાં ચોથા ક્રમે પહોંચી ગયું હતું. 4729 નવા કેસ નોંધાતા રશિયામાં આંકડો 10,00,048ને પાર પહોંચી ગયો હતો. આ આંકડો વધારે હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે