કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અાજથી બે દિવસના નેપાળના પ્રવાસે. બે દિવસની મુલાકાત દરમિયાન સુષમા સ્વરાજ નેપાળના ટોચના નેતાઓ સાથે વાતચીત કરશે.નવી વામપંથી સરકારના ગઠબંધનની રચના પહેલાં કેટલાક દિવસ સ્વરાજની આ યાત્રાને ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નેપાળમાં સ્થાનીક, પ્રાંતીય અને સંઘીય ચૂંટણી બાદ કોઈ વરિષ્ઠ ભારતીય નેતાની આ પ્રથમ મુલાકાત છે.નેપાળ યાત્રા દરમિયાન સુષમા સ્વરાજ સી.પી.એન- યુએમએલના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન કેપી ઓલી સાથે મુલાકાત કરશે.સુષમા સ્વરાજ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી અને વડાપ્રધાન શેર બહાદુર દેઉબા સાથે પણ મુલાકાત કરશે.