સોશિયલ મીડિયા કંપની Facebook 2021માં ખાસ ટેક્નિક વાળા Smart Glasses લોન્ચ કરશે. તેના માટે કંપનીએ Ray-Banના ગ્લાસ બનાવનાર કંપની EssilorLuxotticaની સાથે ભાગીદારી કરી છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે એક ઓનલાઈન કોન્ફ્રેન્સ સમયે આ વાતની જાણકારી આપી છે. Facebook Reality Labs ના VP Hugo Barraએ પણ પાર્ટનરશિપને લઈને ટ્વીટ કર્યું છે.
પહેલી વખત બન્ને કંપની કરી રહી છે સાથે કામ
આ પહેલી વખત છે જ્યારે બન્ને બ્રાન્ડ સ્માર્ટ ગ્લાસ વિકસિત કરવા માટે એક સાથે કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે સ્માર્ટ ગ્લાસ ARની તરફથી એક પહેલું પગલું છે જે હવે પ્રાયોગિક અનુસંધાન પ્રોટોટાઈપ Project Ariaમાં શામેલ થઈ ગયું છે.
આ મહિનામાં જ શરૂ કરી દેશે કામ
કંપનીએ આગળ કહ્યું કે આ જ મહિનામાં અમે Project Ariaની ટેસ્ટિંગ પોતાના કર્મચારીઓ પર કરશું, જેના દ્વારા અમે તેની ખામિઓની ઓળખ કરી શકીએ. તમને જણાવી દઈએ કે કંપની ઘણા વર્ષોથી આ glass ને લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી હતી.