દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. ગુરુવાર સુધી દેશમાં 12 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ બધાની વચ્ચે ભારતે ચીનથી દોઢ કરોડ PPE કિટ્સનો ઓર્ડર કર્યો છે. આ દરમિયાન ચીનની મોટી પ્રાઇવેટ કંપનીઓ તરફથી ભારતને દાન સ્વરૂપે મળેલી અનેક કિટ્સ તપાસમાં નિષ્ફળ થઈ છે. આ મામલા સાથે જોડોયલા એક વ્યક્તિએ જણાવ્યું કે, ચીનથી 1,70,000 કિટ્સ આવી છે જેમાંથી 50,000 કિટ્સ ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ થઈ ગઈ. 30,000 અને 10,000 કિટ્સના બે નાના કન્સાઇમેન્ટ પણ આવ્યા જે ટેસ્ટમાં ફેઇલ થઈ ગયા છે. આ કિટ્સ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન લેબોરેટરી ગ્વાલિયરમાં ટેસ્ટ કરવામાં આવી છે. વધુ એક સરકારી અધિકારીએ કહ્યું કે માત્ર CE/FDAcertified PPE કિટ ખરીદી રહ્યા છીએ. દાન રૂપે મળેલી કેટલીક કિટ્સ ગુણવત્તા પરીક્ષણમાં ફેઇલ રહી અને તેનો ઉપયોગ પણ ન કરી શકાય. બીજી તરફ, આ મામલા સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું કે, CE/FDAcertifiedને ભારતમાં ગુણવત્તા પરીક્ષણ પાસ કરવું પડશે જે કિટ્સ ટેસ્ટમાં ફેઇલ થઈ તે ભારતમાં મોટી પ્રાઇવેટ કંપનીઓથી દાન રૂપે મળી હતી. આ સમગ્ર પ્લાનિંગ વિશે જાણકારી રાખનારા લોકોએ જણાવ્યું કે ઘટને પૂરી કરવા માટે વેપારીઓના માધ્યમથી 1 લાખ વધુ PPE સૂટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં એક સિંગાપુરની કંપની પણ સામેલ છે.