ગુગલએ ખાસ ડુડલ બનાવ્યુ છે. આજના ડુડલ કોરોના વોરિયર્સ માટે બનાવ્યુ છે, જેઓ કોરોના વાઇરસની લડાઇમા ફ્રન્ટલાઇન પર કાર્યરત છે. એટલે કે કોરોના વોરિયર્સનો ગુગલે આજે ડુડલના માધ્યમથી આભાર માન્યો છે.
ગુગલએ પોતાના ડુડલમા ડૉકટર, નર્સ, ડિલીવરી સ્ટાફ, ખેડુત, શિક્ષકો, વૈજ્ઞાનિકો, સ્વચ્છતા કાર્યકરો, કરિયાણાના કર્મચારીઓ અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓ સહિત એક રચનાત્મક ડુડલની સાથે બધા કોરોના વાઇરસના સહાયકને થેંકયૂ કહ્યુ છે.
આ વખતે ડુડલ એ ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ માટે છે જેઓ પોતાના જીવના જોખમે લોકોને કોરોનાથી બચાવે છે. આ ડુડલમા ડૉકટર અને મેડિકલ સ્ટાફે તેના આ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો.
દુનિયાભરમા કોરોના વાઇરસથી પ્રભાવિત થયા બાદ લોકો મહામારી સામે લડવા