જાપાનનાં ‘ગેમિંગ ગ્રેન્ડમા’ 90 વર્ષના દાદી એક વીડિયો ગેમ યુટ્યુબર છે, હાલમાં જ તેમણે પોતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. ગેમિંગ ગ્રેન્ડમાનું નામ હમાકો મોરી છે તેઓ છેલ્લા 39 વર્ષથી વીડિયો ગેમ રમે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે હમાકો દુનિયાના સૌથી ઉંમરલાયક ગેમિંગ યુટ્યુબર બની ગયા છે. તેમને લોકો પ્રેમથી ગેમિંગ ગ્રેન્ડમા કહીને બોલાવે છે. નાના બાળકોને જોઈને હમાકોને પણ ગેમ રમવાની ઇચ્છા થઇ હતી.
ગેમિંગમાં પોતાનો વધતો રસ જોઈને દાદીએ વર્ષ 2015માં યુટ્યુબ ચેનલ ‘ગેમર ગ્રેન્ડમા’ શરુ હતી. તેમની યુટ્યુબ ચેનલના 2.70 લાખ સબસ્ક્રાઈબર્સ છે. દાદીએ આ રેકોર્ડ બાદ કહ્યું કે, હું એક્શન ગેમ રમતી નથી, કારણ કે તે અઘરી હોય છે. GTA5 મારી ફેવરિટ ગેમ છે. એકવાર તમે એ ગેમ રમવાનું ચાલુ કરી દો, પછી તેણે મુકવાનું મન જ ના થાય. મને આ ગેમ ફિલ્મ જેવી લાગે છે. મારી સાથે ગણી ના શકાય એટલી બધી વીડિયો ગેમ છે. હું રોજ 7થી 8 કલાક વીડિયો ગેમ પાછળ પસાર કરું છું.