વેટિકન સિટીઃ અત્યારે સજાતીય લગ્ન સામાન્ય બની ગયા છે. લોકો પણ આવા લગ્નને આવકારી રહ્યા છે પરંતુ વેટિકન સિટી તરફથી કેથોલિક ક્રિશ્ચિયન સંપ્રદાય સજાતીય સમુદાયના લોકોને મોટો આંચકો મળ્યો છે. વેટિકનના જણાવ્યા પ્રમાણે પોપ સજાતીય યુગલોને આશીર્વાદ આપી શકતા નથી કારણ કે તે ગેરકાયદેસર છે.
તમામ પશ્ચિમી દેશોમાં સજાતીય લગ્નને કાયદેસરની માન્યતા મળી હોવા છતાં વેટિકનનો આ આદેશ તેમના માટે ચિંતાનો વિષય છે. આ તેમને સામાજિક માન્યતાના રૂપમાં સમસ્યા ઉભી કરી શકે છે. કેથોલિક ખ્રિસ્તીઓની સૌથી મોટી સંસ્થા વેટિકન કહે છે કે ભગવાન પાપને આશીર્વાદ આપી શકતા નથી.
ખ્રિસ્તી ધર્મના નિયમો નક્કી કરતાં વેટિકન ઓર્થોડસી ઓફિસે આ પ્રશ્નના સંદર્ભમાં આ જવાબ આપ્યો છે. જેમાં પૂછવામાં આવ્યું હતું કે કેથોલિક પાદરીઓ સજાતીય લગ્નમાં આશીર્વાદ આપી શકે છે કે કેમ આ બે-પાના જવાબને પોપ ફ્રાન્સિસ દ્વારા પણ ટેકો છે.
આ જવાબ સાત ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વેટિકનના મતે સમલૈંગિકતાને માત્ર આદર આપવો જોઈએ તેમજ આવા લોકોની સાથે સામાન્ય લોકોની જેમ વર્તન કરવું જોઈએ. જો કે જ્યાં સુધી સજાતીય લગ્નની વાત છે, તે અરાજકતા છે.
વેટિકનએ જણાવ્યું હતું કે કેથોલિક રિવાજો અનુસાર સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન કરવું એ ભગવાનની યોજનાનો એક ભાગ છે અને તેનું નવું જીવન બનાવવાનું લક્ષ્ય છે. સજાતીય લગ્ન આ યોજનાનો ભાગ નથી તેથી ચર્ચ આવા યુગલોને આશીર્વાદ આપી શકતા નથી.
પોપ ફ્રાન્સિસે ઘણી વખત સમલૈંગિકોના હકોનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે તે કાનૂની, જો કે તે સજાતીય લગ્નના વિરુદ્ધ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વર્ષ 2013માં તેમણે સજાતીય કપલ્સ સાથે મુલાકાત કરી હતી. જો કે ચર્ચનો હંમેશા એ મત રહ્યો છે કે સજાતીય હોવું કોઈ અપરાધ નથી. પરંતુ તે સજાતીય સંબંધોના વિરુદ્ધ રહ્યાં છે.