આજકાલ વિચિત્ર કિસ્સોઓની ભરમાર લાગી છે થોડાક દિવસ આગાઉ ગુજરાતના વડોદરામાંથી શમાબિન્દુ નામની યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કરતા સમ્રગ દેશ સહિત વિશ્વભરમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ હાલ લગ્ન પ્રસંગની સોળે કળાઓ ખીલી ઉઠી છે કેટલાક કિસ્સાઓમાં માનવી પ્રાણીઓ સાથે લગ્ન કરતા હોવાના અજીબ ગરીબા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે તેવી જ એક ચોકાવાનારી ઘટના મેકસિકો માંથી સામે આવી છે જેમાં યુવકે મગર સાથે લગ્ન કર્યા છે.
મેક્સિકોના ઓક્સાકા સિટીના એક નાનકડા ગામના મેયરે એક મગર સાથે લગ્ન કર્યા છે. તેણે લગ્ન પછી કન્યાને એટલે કે મગરને ચુંબન કર્યું. આ વિચિત્ર લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
સાન પેડ્રો હુઆમેલુલા ગામના મેયર વિક્ટર હ્યુગો સોસાએ ગુરુવારે 7 વર્ષના મગર સાથે લગ્ન કર્યા. આ ધાર્મિક વિધિમાં, મગર સફેદ લગ્ન પહેરવેશ સહિત અન્ય રંગબેરંગી કપડાંમાં સજ્જ હતો. તેણે ગમે તેમ કરીને મગરને ચુંબન કર્યું. જોકે મગરનું મોં બાંધેલું હતું.
આ પરંપરા હેઠળ, મગરને નાની રાજકુમારી તરીકે ઓળખવામાં આવે છે, જે માતા પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરતી દેવી છે. મગરના મેયર સાથેના લગ્ન ભગવાન સાથેના મનુષ્યોના જોડાણનું પ્રતીક છે.
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022