વિશ્વના સૌથી શકિતશાળી દેશ અમેરિકાને આ દિવસોમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જૉગનો ડર સતાવી રહ્યો છે. હકીકતમાં, અમેરિકન ગુપ્તચર એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ આશંકા વ્યક્ત કરી છે કે કિમ જૉગ તે કોરિયન પ્રાંતમાં તેના અધીકાર માટે પરમાણુ હુમલો કરી શકે છે.
ગયા મહિને કિમ જૉગે અમેરિકાને ધમકી આપી હતી કે જ્યાં સુધી યુનાઈટેડ સ્ટેટ્સ અને તેની શકિતશાળી બળોના નેક્લિયર ખતરો ચાલુ રહેશે, ત્યાં સુધી ઉત્તર કોરિયા મિસાઈલ પરીક્ષણ ચાલુ રાખશે.
ઉત્તર કોરિયાએ સપ્ટેમ્બર (2017)માં તેનુ સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ. આ ઉપરાંત જુલાઈ અને નવેમ્બરના મહિનાઓમાં સમુદ્રમાં ત્રણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી.
ઉત્તર કોરિયાએ વર્ષ 2017માં આશરે 20 બેલાસ્ટિક મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ, જેમાં ઓછામાં ઓછા ત્રણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ પરીક્ષણ સામેલ હતા.