અમેરિકામાં હાલ કોરોના વાઈરસના સૌથી વધારે પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક પણ વધારે જોવા મળી રહ્યા છે. 72 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે. દેશમાં આ કપરા સમયમાં લોકો એકબીજાને મદદ પણ કરી રહ્યા છે. આયર્લેન્ડે આજથી 173 વર્ષ પહેલાં નેટિવ અમેરિકન કમ્યૂનિટી લોકોની મદદ કરી હતી, હાલ આ લોકો તે મદદને યાદ રાખીને નેટિવ અમેરિકન કમ્યૂનિટીને ડોલર મોકલાવી રહ્યા છે.
વર્ષ 1847માં આયર્લેન્ડમાં ‘ગ્રેટ પોટેટો’ મહામારી ફેલાઈ હતી અને તે સમયે મોકલેલા 170 ડોલર આજના 5000 ડોલર ( ૩.7 લાખ રૂપિયા) સમાન છે. હાલ નવજો નેશનમાં કોવિડ-19ની સૌથી વધારે અસર થઇ છે. ડોનર જેમ્સ ફેલોને લખ્યું છે કે, આઈરિશ ભાઈઓ તરફથી આ મદદ અમારા નેટિવ અમેરિકન ભાઈઓ માટે. તમે કરેલા કર્મ તમારી પાસે ચોક્કસ પરત આવે છે.