ફરી અેકવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈસ્કિલ્ડ વર્કસના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા વીઝા લોટરી સિસ્ટમને ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. જે ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે તેમને ચોક્કસ ફાયદો થશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.
જો કે અમેરિકન કોંગ્રેસ દ્વારા આ પ્રસ્તાવને પ્રથમ પાસ કરવાનો રહેશે અને ત્યારબાદ પ્રસ્તાવ પાસ થયાબાદ આ કાયદો બની જશે. આ પ્રસ્તાવ જો પાસ થઈ જશે તો ગ્રીન કાર્ડ માટે ભારતીઓની પ્રતિક્ષા યાદીમાં ઘટાડો થઈ જશે. ટ્રમ્પ સરકાર ડાયવર્સિટી ઈમિગ્રેટ વિઝા પ્રોગ્રામને ખતમ કરવા માગે છે. જેથી દર વર્ષે 50 હજાર લોકોને ગ્રીન કાર્ડ આપી શકાય. ગ્રીન કાર્ડ નાગરિકને અમેરિકી નાગરિકતા પ્રદાન કરે છે.ગ્રીન કાર્ડ ખુબજ મહત્વ ધરાવે છે. નાગરિકતા પ્રાપ્ત થયા બાદ વધારાના ફાયદાઓ મળે છે. કાયદેસર રીતે સ્થાયી થવામાટે ગ્રીન કાર્ડ જરૂરી છે.