ચીનમાં એક વિચિત્ર ઘટના બની હતી. સાઉથ ઇસ્ટ ચીનમાં રહેતાં એક યુવકને અડધી રાતે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. આ યુવક જ્યારે ટોઈલેટ કરતો હતો ત્યારે અચાનક જ એક દડાના કદનો ગઠ્ઠો તેના ગુદામાર્ગેથી બહાર નીકળ્યો હતો.
આ યુવક અડધી રાતે ઈમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. જ્યારે તે ટોઈલેટમાં હતો ત્યારે તેના શરીરમાંથી 6 ઈંચ જેટલો મોટો ગઠ્ઠો ગુદામાર્ગેથી બહાર નીકળ્યો હતો. આ જોઇ તે હેબતાઈ ગયો હતો.
હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે,’આવું થવા પાછળનું કારણ કલાકો સુધી ગેમ રમવી છે. કલાકો સુધી ટોઇલેટ પર બેસીને ગેમ રમવાથી તેના પેલ્વિક મસલ્સ નબળા પડી ગયાં હતાં. જેને લીધે રેક્ટલ મસલ્સનો ગઠ્ઠો ખસી ગયો હતો.’ જોકે, ડોક્ટર્સે આ પછી સફળતાથી ઓપરેશન કર્યું હતું અને આ યુવકને રજા આપી હતી.