એક વર્ષથી લગ્નની તૈયારી કરી રહેલા સ્પેનિશ કપલે શુક્રવારે બારી પર ઉભા રહીને લગ્ન કર્યા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગ્ન માટે કપલે એક પડોશીને તેની જ બારીમાંથી લગ્ન સમારોહનું નેતૃત્વ કરવા માટે જ્યારે બીજાને વિટનેસ (સાક્ષી) બનવા માટે કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં કોરુના શહેરના એક એપાર્ટમેન્ટની બારીમાંથી બહારની તરફ ઝૂકીને વરરાજા ડેનિયલ કેમિના અને દુલ્હન અલ્બા ડિયાઝ ‘હમને કરલી’ (આઈ ડૂ) બૂમો પાડતા જોવા મળી રહ્યા છે. જો કે, બંનેનો આ પ્લાન બાલ્કનીમાં લગ્ન કરવાનો નહોતો, પરંતુ તેઓ તેમની લગ્નની તારીખને લંબાવવા નહોતા માગતા. હકીકતમાં, સ્પેનમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. યુરોપના મોટાભાગના દેશો કોરોના વાઈરસના પ્રકોપના કારણે લોકડાઉનની સ્થિતિ છે. તેમાં સ્પેન પણ સામેલ છે. અહીં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 21,571 થઈ અને મૃત્યુની સંખ્યા 1,093 સુધી પહોંચી ગઈ છે.
ડેનિયલ કેમિના અને અલ્બા ડિયાઝે ગયા અઠવાડિયાને ઘ્યાનમાં રાખીને જોયું કે, દેશમાં કોરોના વાઈરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના લગ્નની જગ્યા, ત્યાંની તૈયારીઓ, મહેમાનોનું સ્વાગત, અને તેમને કોરોના વાઈરસથી સુરક્ષિત રાખવામાં ઘણી મુશ્કેલ થઈ શકતી હતી. ‘વ્યવસાયે વેડિંગ પ્લાનર ડિયાઝના જણાવ્યા પ્રમાણે, દેશભરમાંથી લોકો તેમના લગ્નમાં આવવાના હતા. આવી સ્થિતિમાં સતત સંક્રમણની સમસ્યા વધી શકે તેમ હતી. લગ્નની માટેની ઓછી જગ્યામાં વધારે મહેમાન આવવાથી આ સંક્રમણની સમસ્યા વધારે વધી શકે તેવી સંભાવના હતી’. દરમિયાન, સરકારે કુલ લોકડાઉનની જાહેરાત કરી. તેમાં સામાજિક કાર્ય માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આવી સ્થિતિમાં ડેનિયલ કેમિના અને અલ્બા ડિયાઝનું વેડિંગ વેન્યુનો વિચાર છોડીને એપાર્ટમેન્ટમાં લગ્ન કરવાનું વિચાર્યું. કેમિનાનો પહેલો વિચાર એ હતો કે, તેઓ બહાર જઈને લગ્ન પણ કરી શકે છે. પરંતુ બંને તેનાથી નારાજ હતા. કેમિનાએ કહ્યુ, “હું ફક્ત અલ્બાના ચહેરા પરની ખુશી જોવા માંગતો હતો.”